સુરતમાં અન્યના પ્લોટો પર કબ્જો કરનારાઓનો આતંક યથાવત હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાંદેરનો એક પરિવાર સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. ત્યાં પરિવારે જણાવ્યુ હતું કે તેઓએ રાંદેરમાં આવેલ ગ્રીન પાર્ક નગરમાં પ્લોટ ખરીદયો હતો જેના મુળ માલિક છગન ગિરધરી કાઝી હતી અને તેઓના અવસાન બાદ યોગેશચંદ્ર ને તેમનો વારસો મળ્યો હતો જેમાં યોગેશચંદ્ર એ પટેલ લેન્ડને ભાગીદારી બનાવી ત્યાં પ્લોટ પાડી વેંચ્યા હતા જે પ્લોટ તાહેરાબીબી એ ખરીદયો હતો જો કે હાલ પ્લોટ પર સીરાજ નામના ઈસમે કબ્જો કર્યો હોય અને પોતાની પાસે દસ્તાવેજ હોવાનુ કહી પોતે પોલીસમાં હોવાનો દમ માળ્યો હતો. ત્યારે ખોટા દસ્તાવેજ આરોપીએ બનાવી પ્લોટ પચાવી પાડ્યો હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને પરિવારે ન્યાય અપાવવા માંગ કરી છે.
હાલ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને તેમાં પણ હવે અસામાજિક તત્વો અન્યના પ્લોટો પર કબ્જો કરી રહ્યા છે તેઓ સામે પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
0 Comments