કોરાના સંક્રમણના કેસો વધતા અટકાવવા તથા જેલમાં રહેલા કેદીઓમાં કોરાના વાયરસ વ્યાપક પાયા પર ન ફેલાય તે માટે સુપ્રિમ કોર્ટ દ્વારા ગાઈડલાઈન જારી કરાઈ છે. ગત્ વર્ષે માર્ચ માસ દરમિયાન કોરાના લોકડાઉનના પગલે ઉચ્ચત્તમ અદાલતના નિર્દેશ મુજબ કોવિડ-19ની ગાઈડલાઈનના કડક પાલન સાથે કોર્ટોમાં ફીઝીકલ ફંકશનીંગની કાર્યવાહીને બદલે અરજન્ટ મેટર્સ વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાથ ધરાઈ હતી. તદુપરાંત જેલમાંથી કોર્ટ કસ્ટડીની મુદત દરમિયાન બંદીવાનોને સંબંધિત કોર્ટોમાં રજુ કરવાને બદલે જેલતંત્ર તથા અદાલતમાં વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી હાજરી પુરવાના નિર્દેશ અપાયા હતા. વધુમાં સર્વોચ્ચ અદાલત દ્વારા ઓવર ક્રાઉડેડ જેલોમાં કેદીઓની ગીચતા ઓછી કરવા સાત વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ ધરાવતા કાચા-પાકા કામના કેદીઓને વચગાળાના જામીન મુક્ત કરવા નિર્દેશ અપાયો હતો. જેથી ગત્ વર્ષે લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 90 કાચા કામના તથા 69 પાકા કામના કેદીઓ મળીને કુલ 159 કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરી કરાયા હતા. જેથી કોરાના કાળના સેકન્ડ વેવ દરમિયાન વધુ 63 જેટલા કેદીઓને જેલમુક્ત કરાયા હતાં. જેલ અધિક્ષક મનોજ નિનામાએ જણાવ્યું હતું કે હાઈ પાવર કમીટી ગાઈડલાઈન મુજબ કેદીઓના આરોગ્ય અને કલ્યાણ સંદર્ભે જેલમાં કેદીઓની ગીચતા ઘટાડવા તથા કોરાના સંક્રમણને નિવારવા વધુ 63 કેદીઓને જેલમુક્ત કરાયાં છે.આ પ્રસંગે જેલમાંથી જામીન મુક્ત થનારા કેદીઓને કરૂણા ટ્રસ્ટ દ્વારા અપાયેલી અનાજ કરિયાણા સહિત જીવન જરૂરિયાતની રાશન કીટનું વિતરણ નાયબ અધિક્ષક પી.જી.નરવાડે તથા ડી.એસ. પુનડીયાના હસ્તે કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 159 તથા ચાલુ વર્ષે 63 મળીને કુલ 222 કેદીઓને જેલમુક્ત કર્યા છે.
0 Comments