એસીબીમાં એક જાગૃત્ત નાગરિકના પિતાનું શાહુકારોના રજિસ્ટ્રેશનનું પ્રમાણપત્ર રીન્યુ કરાવવા માટે અરજી કરેલ હોય અને તે અંગેનું પ્રમાણપત્ર આજે લઈ જવા અને લાંચ પેટે કર્મચારીએ 12 હજારની રકમ આપી જવાનું કહેવાયું હતું. જેથી જાગૃત્ત નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ લાંચિયા બન્ને કર્મચારીઓને ઝડપી પાડવાનું આયોજન કર્યું હતું. અઠવાલાઈન્સ ખાતે આવેલ જિલ્લા સેવા સદન બેના પ્રથમ માળ પર આવેલ સુરત જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી એટલે કે ધીરધારની કચેરીમાં કામ કરતા આરોપી વર્ગ ચારના પટાવાળા બાબુભાઇ કનુભાઇ ચૌહાણ, તથા કરાર આધારીત વર્ગ ચારના પટાવાળા નિકુંજ ચંદુભાઇ ચૌધરીનાઓએ પ્રમાણપત્ર કઢાવવા તેમજ રીન્યુ કરાવવા બાબતે લાંચ પેટે 12 હજાર માંગી રહ્યા હોય અને બુધવારે લાંચ લેવા આવવાના છે જેને લઈ એસીબીએ વોચ ગોઠવી બન્નેને લાંચની રકમ સ્વિકારતા ઝડપી પાડ્યા હતાં.
ગેરકાયદેસર રીતે લાંચની માંગણી કરતા હોવાની આધારભૂત માહિતી બાદ રંગેહાથે ઝડપાયેલા બન્ને વિરૂદ્ધ એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. એસીબીએ બન્ને આરોપીઓને ડિટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
0 Comments