આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષધ એટલે કે એએચપી દ્વારા નાના વરાછા વિસ્તારમાં પ્લેકાર્ડ લઈને શહેરીજનોને મદદ અને રાહત આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. શહેરમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શન દર્દીઓને ફ્રીમાં આપવામાં આવે તેવી માંગ કરી હતી. સાથોસાથ લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ દયનીય થઇ હોવાથી સ્કૂલ ફીમાં રાહત આપવામાં આવે તેમજ કોર્પોરેશનના વેરામાં માફી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા માત્ર એક રૂપિયામાં કિરણ હોસ્પિટલને કરોડો રૂપિયાની જમીન આપવામાં આવી હતી. તે હોસ્પિટલમાં સારવારનો ખર્ચ ખૂબ જ વધુ હોવાથી મધ્યમ અને ગરીબ વર્ગને પોષાય તેમ ન હોય સારવાર સસ્તી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવનાર સામે પગલાં લેવામાં આવે તેવા પ્લેકાર્ડ લઈને હોદ્દેદારો અને કાર્યકર્તા ઊભા રહ્યા હતાં. તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સુરત શહેરના મહામંત્રી હસમુખ રૈયાણીએ જણાવ્યું કે, કોરોના કાળ દરમિયાન લોકોના વેપાર-ધંધા બંધ થઈ ગયા છે. આર્થિક સ્થિતિ ખૂબ જ દયનિય થઈ છે તેવા સમયે શાળાની ફી, મનપાના વેરા માફ કરવામાં આવે. કિરણ હોસ્પિટલની જમીન માત્ર એક રૂપિયાના ટોકન ભાવે કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. હોસ્પિટલમાં ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને નજીવા દરે સારવાર આપવી જોઈએ તેવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂર છે. પરંતુ ત્યાં સારવાર ખૂબ ખર્ચાળ હોવાથી હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે ઉપયોગી પૂરવાર થઇ રહી નથી.
હાલ કોરોના બાદ મ્યુકર માઈકોસીસ નવી મહામારી જાહેર થઈ છે જેની સારવાર અધધ કહેવાય તેટલી ખર્ચાળ છે ત્યારે સરકાર દ્વારા ફ્રીમાં ઈન્જેકશન આપવાની સાથે સારવાર સસ્તી થાય તેમ કહી વેરામાં પણ માફીની માંગ એ.આચ.પી. દ્વારા કરાઈ હતી.
0 Comments