Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

મનપા - આપ - પીસી અને બેનર


 સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તાપક્ષમાં શહેરની પ્રજાએ તેમની સુવિધાઓમાં વધારો કરશો એવા શુભ આશયથી સતત બેસાડેલ છે તેમજ તમારા શાસનકાળ દરમ્યાન સુરત મહાનગરપાલિકાએ અનેક ચઢાવ ઉતાર જોયા છે. તથા સુરત મહાનગરની જનતાએ પોતાના ભાગનો ટેક્સ હમેંશા સમયસર ભર્યો છે. એના ફળસ્વરૂપ એક સમય એવો પણ હતો કે સુરત મહાનગરપાલિકાના જકાતના અબજો રુપિયા ડીપોસીટ રૂપે જમા રહેતા હતા પરંતુ આજે એ જ ભારતીય જનતા પાર્ટી ના સત્તારૂઢો દ્વ્રારા પાલિકાને ખાનગી પેઢીની જેમ ચલાવી હવે હાલત એટલી હદે ખરાબ કરી દીધી છે કે પાલિકાની તિજોરી તળિયાઝાટક કરી દીધી છે. આવા સમયે સૂઝબુઝમા અણસૂઝ ધરાવતી ભારતીય જનતા પાર્ટીની ચુંટાયેલી પાંખ સુરત શહેરની જનતાની માલિકીના રીઝર્વેશનના પ્લોટો વેચીને રુપિયા ભેગા કરવા માંગે છે, પણ હકીકત એ છે કે, આ રીતે મિલકતો વેચવાથી ક્યારેય સમસ્યા કાયમી સમાધાન ન થઈ શકે. વર્ષ-૨૦૦૬મા સુરત મહાનગરપાલિકાની મહામુલી જકાતની આવક બંધ કરાવવામાં આવી ત્યારે છેલ્લી આવક ૬૦૦ કરોડ હતી. રાજ્ય સરકારે એની અવેજમા આપણને એ રકમ વધતા ગ્રોથ પ્રમાણે આપવાની બાહેંધરી આપવામાં આવેલ હતી  એ આજે ૧૫ વર્ષે વધીને ફક્ત ૭૦૦ કરોડ આસપાસ જ આપવામા આવે છે. પરંતુ હકીકતમાં એ જકાતના ગ્રોથ પ્રમાણે આજે સુરત મહાનગરપાલિકાને કમસેકમ ૧૮૦૦ કરોડ કરતા વધારે મળવાપાત્ર છે જે ન આપીને રાજ્ય સરકાર શહેરની જનતાને ઘોર અન્યાય કરી રહેલ છે જેનુ નુકશાન આજે આપણી પાલિકાએ અને પ્રજાને ભોગવવુ પડે છે. સુરત મહાનગરપાલિકામા બેઠેલા સત્તાધીશો રાજ્ય સરકાર પાસે પોતાના હકના પૈસા માંગી શકતી નથી એટલે અરબો રુપિયાના સુરતની જનતાના હિતના કામકાજના પ્લોટો પોતાના મળતિયાઓને વેચીને સુરતનુ તથા પ્રજાનું અહિત ઈચ્છતા ભારતીય જનતા પાર્ટીના શાસનના આ પ્રજા વિરોધી નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ. આ પ્લોટ ખરીદનારા લોકોને પણ વિનંતી સાથે ચેતવણી આપીએ છીએ કે આ પ્લોટ સુરતની દેશપ્રેમી જનતાના છે. એ પ્લોટો આપ ખરીદીને શહેરની જનતાને મળવાપાત્ર સુવિધાથી વંચિત કરતા હોય તે ખરીદનારા ક્યારેય સુખી થયી શકસો નહીં. આ સત્તા તો આજે કોઈની પાસે છે, આવતીકાલે કોઈ અન્ય પાસે હશે.


સુરત મનપાના કરોડોના સોનાની લગડી સમા પ્લોટ ભાજપ શાસકોએ વેંચવા કાઢ્યા હોય જેને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરી મીની બજાર ખાતે આવેલ બેનર લગાડી વિરોધ કારયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા લગાયેલા બેનરમાં લખાયુ હતું કે શું આપણી એસ.એમ.સી. કંગાળ અને દેવાદાર બની છે. શા માટે સી.આર. પાટીલ ની એસ.એમ.સી. સોનાના લગડી સમા 500 કરોડથી વધારે કિંમતના પ્લોટો વેંચી રહી છે.

Post a Comment

0 Comments