કોરોનાના કારણે શાળાઓનું શૈક્ષણિક સત્ર હજી શરૂ થઈ શક્યું નથી. તેવામાં હજી પણ કેટલીક સ્કૂલોએ ગયા વર્ષે બંધ રહેલી શાળાઓમાં અભ્યાસની ફી તો લીધી જ છે અને આ વર્ષે પણ ફી એડવાન્સ પેટે લેવામાં આવી રહી છે. ત્યારે સુરતની એક શાળા એવી છે જે આ મહામારી દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓની વ્હારે આવી છે. આ મહામારીમાં જે વિદ્યાર્થીએ પોતાના પિતાની છત્રછાયા કોરોનાને કારણે ગુમાવી હોય તેવા વિદ્યાર્થીઓને તે જ્યાં સુધી શાળામાં ભણે ત્યાં સુધી ફી ન લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. છેલ્લા બે વર્ષથી જે મા બાપના ઘરે માત્ર બે દીકરી છે તો બીજી દીકરીને ફીમાં 50 ટકા રાહતનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. બાળકોની શૈક્ષણિક કારકિર્દીના દીપકને સળગતો રાખવા અને પ્રકાશિત કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ તો શાળા દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયને વાલીઓએ પણ આવકાર્યો છે અને અન્ય શાળાઓ પણ આવો નિર્ણય કરે તેવી અપિલ પણ કરી હતી.
0 Comments