Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

સુરત - કોરોના


 સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. જેને લઈ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઈ છે. ત્યારે સુરત મહાનગર પાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં 284 અને જિલ્લામાં 161 મળી કોરોનાના નવા 445 પોઝીટીવ કેસ નોંધાયા હતાં. જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આંક 1,38,542 થયો છે. સુરત શહેર અને જિલ્લામાં વધુ 7 ના મોત સાથે કુલ મૃત્યુઆંક 2,034 છે. સુરત શહેરમાંથી 609 અને જિલ્લામાંથી 212 મળી કુલ 821 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા. જેને પગલે કોરોનાને મ્હાત આપનાર દર્દીઓની સંખ્યા 1,31,009 થઈ છે. હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 5,499 છે. જેમાં સુરત સિટીમાં 1,08,117 કોરોના પોઝિટિવ કેસમાં 1594 ના મોત થયા છે. જ્યારે સુરત જિલ્લામાં કુલ 30,425 કોરોના પોઝિટિવ કેસમાં 440 ના મોત થયા છે. સુરત શહેરમાંથી 1,02,937 અને સુરત જિલ્લામાં 28,072 દર્દી કોરોનાને મ્હાત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે.

Post a Comment

0 Comments