સુરતમાં વર્ષ 2019માં કરૂણાંતિકા સર્જાઈ હતી. વર્ષ 2019ના 24 મેના રોજ તક્ષશિલા અગ્નિકાંડ સર્જાયો હતો જેમાં અઢી વર્ષથી લઈ 22 વર્ષના બાળકોના જીવ ગયા હતા. આ મામલો સમગ્ર દેશ અને દુનિયામાં ચર્ચાયુ હતું. ત્યારે 24 મેના રોજ મૃતકોના પરિવારોએ સાંજે તક્ષશિલા આર્કેડ ખાતે જ્યાં બાળકોના જીવ ગયા હતા ત્યાં જ મીણબત્તી સળગાવી મૃત બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અને બે બે વર્ષ થયા હોવા છતા ન્યાય ન મળતા સરકાર અને તંત્ર સામે પસ્તાળ પણ પાડી હતી.
તક્ષશિલા અગ્નિકાંડ ન ભુલાય તેવી ઘટના છે. કારણ કે બાળકો લટકતી હાલતમાં પડતા મોતને ભેટ્યા હતા તેવા દ્રશ્યો શહેરીજનોએ આંખે જોયા છે. ત્યારે આના જવાબદારો સામે કડકમાં કડક પગલા લેવાઈ તેવી અરજ છે.
0 Comments