કોરોના સંક્રમણ માં બીજી લહેર રાજ્યભર ની સાથે ખાસ કરી ને સુરત જિલ્લા માં હાહાકાર મચાવ્યો હતો . જેમાં બારડોલી પણ સૌથી વધુ પ્રભાવિત થયું હતું . ગત એપ્રિલ માસ માં ગ્રામ્ય વિસ્તારો માં સંક્ર્મણ બેકાબુ બન્યું હતું. મોટી સંખ્યા માં લોકો સંક્રમિત થયા હતા . તંત્ર ના પ્રયાસો અને લોકો માં વધતી જાગૃતિ ને લઇ ને હાલ બારડોલી માં સ્થિતિ કાબુ માં આવતા હાશકારો લેવાયો છે . મૃત્યુ આંક સાથે સંક્રમિત થનાર દર્દીઓ અને સામે સજા થઇ ઘરે જતા દર્દીઓ માં રિકવરી રેટ પણ ૯૦ ટકા ઉપર પોહચી ગયો છે . જોકે હજુ પણ બારડોલી નગર અને તાલુકા માં વહીવટી તંત્ર કામગીરી ને વેગ આપી રહ્યું છે.
ગામડાઓ માં સંક્રમણ સતત ઓછું કરવા તંત્ર દ્વારા આરોગ્ય કર્મીઓ, આશા વર્કરો મળી ૧૭૭ જેટલી ટિમો હાલ કાર્યરત છે. સાથે જ ૪૫ વર્ષ થી ઉપરના વ્યક્તિઓ માટે વેક્સિનેશનની કામગીરીને પણ વેગ આપવામાં આવી રહ્યો છે . એપ્રિલ માસ માં સંક્રમિત દર્દીઓ સાથે મૃત્યુ આંક પણ ગામડાઓ માં સરકારી ચોપડા સિવાય વધતો જોવા મળ્યો હતો. જયારે એમાં પણ હાલ ઘટાડો થતો હોય તેમ પાલિકા વિસ્તાર માં ૨૫૦ થી વધુ મરણ દાખલ સામે હવે ચાલુ મેં મહિના માં માત્ર ૬૦ થી ૭૦ જેટલા જ આવતા મરણ દાખલો કઢાવવા ની સંખ્યા માં પણ મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે.
બારડોલી માં કોરોના સંક્ર્મણ ઓછું થવા છતાં તંત્ર દ્વારા પ્રયાસો યથાવત રહ્યા છે . બારડોલી સાથે સુરત જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો ની વાત કરી એ તો જિલ્લા માં પણ ગત માસ કરતા ૧૧ ટકા થી વધુ રિકવરી રેટ વધ્યો છે . ગત એપ્રિલ માસ માં સુરત જિલ્લા માં સંક્ર્મણ અજગર ભરડો લેતા રિકવરી રેટ ઘટી ને ૮૨ ટકા થઇ ગયો હતો . જે ફરી આ મેં માસ ના અંત સુધી માં વધી જે ૯૩ ટકા થઇ ગયો છે.
0 Comments