ખટોદરા વિસ્તારમાં આવેલી શેપર એન્જિનિયરિંગ થર્મોકોલની ઓફીસમાં અચાનક આગ લાગી જતા ફાયર દોડતું થઈ ગયું હતું. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઓફિસનો કાચ તોડી જવાનો ઓક્સિજન પહેરીને અંદર ઘૂસ્યા હતા. ભારે ધુમાડા વચ્ચે આગને કાબૂમાં લીધી હતી. તો ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકે, હાલ કન્ટ્રોલમાં છે. કોઈ જાનહાનિ નોંધાય નથી. પરંતુ લાખોનું નુકસાન થયું હોય એમ કહી શકાય છે. લાગતા ભાગદોડ મચી ગઇ હતી. આ એકમમાં કયા કારણોસર આગ લાગી એ કહેવું મુશ્કેલ છે પરંતુ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. કોલ મળતા જ ફાયર બ્રિગેડની મજૂરા, માનદરવાજા સહિતના ત્રણ ફાયર સ્ટેશનના અધિકારી જવાનો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી પૂર્ણ કરી હતી. આ દુર્ઘટનામાં ઓફિસનાં ફોલ સિલીંગ, કોમ્પ્યુટર, ફર્નિચર, પોલિશિંગ મશીન વગેરે આગમાં બળીને ખાખ થઈ જતા લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
0 Comments