Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

સુરત - પાણી ભરાયાં


તાઉ-તે વાવાઝોડાના કારણે સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી સમગ્ર દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી જ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરના અનેક નિચાણવાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. નીચાણવાળો વિસ્તાર હોવાથી બે ઈંચ જેટલા વરસાદમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતાં. શહેરમાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં શેડ ઉડતા વીડિયો સોશિયલ મીડિયા ઉપર દેખાયો હતો. મોટા પાર્કિંગ શેડના વીડિયો શહેરમાં વાઇરલ થયા હતા પુરપાટ ઝડપે વહેતા પવનને મજબૂત પતરાના શેડ પણ ઉખાડીને ફેંકી દીધા હતાં. જેના પરથી સુરત શહેરમાં વાવાઝોડાની અસર સ્પષ્ટ સમજી શકાય છે.
તો અઠવા ઝોન વિસ્તારમાં પણ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં. નીચાણવાળા રસ્તા નદીમાં ફેરવાયેલા દેખાયા હતાં. મે મહિનામાં સુરતના રસ્તા ઉપર આ રીતે પાણી ફરી વળેલા દ્રશ્યો પહેલીવાર જોવા મળ્યા હતાં. મે મહિનામાં આવી સ્થિતિ અત્યાર સુધી સુરત કોર્પોરેશનના અધિકારીઓએ પણ જોઈ નથી. રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે હાલાકી પડી હતી તો બીજી તરફ ઘણા બધા વાહનો પાણીના ભરાવાના કારણે ખોટકાઈ ગયેલા પણ નજરે ચડયા હતાં. કોર્પોરેશનની ટીમ કોરોના સંક્રમણને કારણે પ્રિ મોન્સુન કામગીરી કરી શકી નથી એવું આજના દ્રશ્ય પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે. મહદંશે કોર્પોરેશનના સ્ટાફ કોરોના નિયંત્રણ લાવવામાં હતો. પ્રિ મોશનની કામગીરી યોગ્ય રીતે ન થઈ હોવાને કારણે સુરતીઓની મુશ્કેલી વધતી દેખાય છે. અત્યારે જ આ પ્રકારની સ્થિતિ છે તો ચોમાસા દરમિયાન શહેરની સ્થિતિ વધુ વકરી શકે તેવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. કોર્પોરેશન દ્વારા પ્રિ મોશનની કામગીરી ન કરાતા નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે રસ્તા ઉપર પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.

Post a Comment

0 Comments