સુરત પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવા પહોંચેલી ભેસ્તાન આવાસ ખાતે પહોંચેલા સઈદ શા ફકીરએ જણાવ્યુ હતું કે તેનો નાનો ભાઈ સગીર વયનો અશરફ શા બશીર શા ફકીર કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા આરોપી ફિરોઝ ખાન શેરખાન પઠાણ અને તેની સાથેના સોયેબ ઉર્ફે લાલા વસીમ ઉર્ફે બાણુ શેખ, વસીમ ઉર્ફે બાણુ શેખ, સોયેબખાન ઉર્ફે બાટલી ફારૂક ખાન, નિશાર ઉર્ફે કલિયા, અનીશ ઉર્ફે મનુ લંગડા, હમીદ ઉર્ફે બટકા અને જુબા ભંગારવાળાનો છોકરો સાથે ટ્રેનોમાં ગુનાઓ આચરતો હતો. અને ગત 3 મેના રોજ રાત્રે 10 થી સવા 10 વાગ્યાના અરસામાં અરફ શાને આરોપીઓ સોયેબ ઉર્ફે લાલા વસીમ ઉર્ફે બાણુ શેખ સહિતના બે આરોપીઓ મોપેડ પર બેસાડી લઈ ગયા હતા અને થોડા સમય બાદ ભેસ્તાન રેલ્વે સ્ટેશન ઉમ્મિદ નગર સોસાયટી પાસે રેલ્વે ટ્રેક પરથી ટ્રેન અડફેટે ચઢેલી અશરફની લાશ મળી આવી હતી. જો કે પાછળથી ખબર પડી હતી કે આરોપીઓ જેમાં ટ્રેનોમાં ગુનાખોરી આચરવા માટે ટોળકી ચલાવનાર ફિરોઝ ખાન શેરખાન પઠાણના માણસો દ્વારા હિસાબ બાબતે ઝઘડો કરી તેને ઉંચકી જઈ રેલ્વે ટ્રેક પર ચપ્પુના ઘા મારી દોડાવી ટ્રેન આગળ ધક્કો મારી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો. અને સુરત પોલીસ કમિશનર આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસે કરાવે તેવી માંગ કરી હતી.
હાલ તો ટ્રેન અડફેટે મોતને ભેટેલા સગીર યુવાનની હત્યા થઈ હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરાઈ રહ્યા છે ત્યારે આ મામલે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરશે તે તો જોવુ રહ્યું...
0 Comments