Ticker

10/recent/ticker-posts

Advertisement

Responsive Advertisement

ડીસીબી - ગુજસીટોક આરોપી

 વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલ ગેંગ સામે ગુજસીટોક લાગુ થયા બાદ પ્રથમ તેઓના એક સાગરીતની ધરપકડ કર્યા બાદ વધુ બે સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે જેમાં એકની લાજપોર મધ્યસ્થ જેલમાંથી કસ્ટડી લીધી હતી.



સુરતમાંથી ઓર્ગેનાઈઝ ક્રાઈમ ખતમ કરવા સુરત પોલીસ કમિશનરે કમર કસી હોય તેમ એક બાદ એક ચાર ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનાઓ નોંધ્યા છે. જેમાં હાલમાં જ વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલ ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તેની ગેંગના એક આરોપી એવા ઉજ્જવલદીપ ઉર્પે યુડી બ્રિજમોહનસિંગ રાજપુતની પોલીસે ધરપકડ કરી હતી. જે હાલ સાત દિવસના રિમાન્ડ પર છે. ત્યારે આ જ ગુનામાં નાસ્તા ફરતા વધુ એક આરોપી એવા મુળ ઉત્તર પ્રદેશનો અને હાલ ગોડાદરા ખાતે રહેતા શશાંક સિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંહ ભારદ્વાજ ને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી ઈલીયાસ કાપડીયા કે જે હાલ લાજપોર મધ્યસ્થ જેલમાં હોય તેનો પણ ટ્રાન્સફર વોરંટથી કબ્જો લઈ બન્નેને કોર્ટમાં રજુ કરતા તેઓના પણ 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

Post a Comment

0 Comments